સૂવાની રીત જણાવે છે તમારી લવ લાઇફ માટે

તમે તમારા પાર્ટનર સાથે કઇ પોજિશનમાં સૂવો છો, એ તમારા બંનેની લવ લાઇફ અને કેમેસ્ટ્રી માટે ઘણું બધું કહે છે. સૂતી વખતે મન સક્રિય રહે છે, જે સૂવાની રીતથી આપણાં પોસ્ચરને નિયંત્રિત કરે છે. તો ચલો જણાવીએ સૂવાની રીતથી તમારી લવ લાઇફનું સ્ટેટસ.

લિટિલ સ્પૂન
આ ખૂબ જ સેક્સી પોજિશન છે. આ એકબીજા માટે તમારા આકર્ષણને જતાવે છે. આનો અર્થ એ છે કે તમે એકબીજા ઉપર ખૂબ જ ભરોસો કરો છો.

બિગ સ્પૂન
આ પોજિશનમાં તમારો પાર્ટનર તમને એવી રીતે કવર કરીને સૂવે છે, માનો તમને પ્રોટેક્ટ કરી રહ્યો છે. એનો એર્થ એ છે કે તમારો પાર્ટનર તમને લઇને પઝેશિવ છે.

કમ્ફર્ટ સ્પૂનિંગ
એમાં તમારો પાર્ટનર થોડાક ઇંચનું અંતર છોડીને સ્પૂનિંગ કરીને સૂવે છે. લગ્નના થોડાક મહિના બાદ તમે આ પોશ્ચરની કલ્પના કરી શકો છો. એનો અર્થ થાય છે કે તમારો પાર્ટનર તમને લઇને પ્રોટેક્ટિવ છે, સાથે આરામદાયક ઊંઘ ઇચ્છે છે.

છાતી પર માથું રાખીને ઊંઘવું
જો તમાપી પત્ની તમારી છાતી પર માથું રાખીને સૂવે છે તો એનાથી તેના વિશ્વાસ સુરક્ષા ઝળકે છે. આ પોશ્ચરનો અર્થ થાય છે કે હું દરેક સ્થિતિમાં તમારી સાથે છું અથવા તમારી પર નિર્ભર છું.

એક બીજાની સામે ફેસ કરીને સૂવું
આ તો બિલકુલ એ રીતનું થયું કે જેમ કે જાગતા એક બીજાની આંખમાં જોવું. આ તો એકદમ અંતરંગ હોય છે જો તમારા બંનેની લોઅર બોડી પણ ટચ થાય. એનો મતલબ એ થાય છે કે, મે તમને ખૂબ યાદ કર્યા અથવા મને તમારી જરૂર છે.

પેટના બળે સૂવું
તમારું અથવા તમારા પાર્ટનરનું પેટના બળ પર સૂવુંએવું જણાવે છે કે સેક્શ્યુઅલ ટ્રસ્ટ ઓછી થઇ રહી છે. એ કોઇ વાતને લઇને ખૂબ ચિંતા અથવા ડરમાં છે. એમાંથી બહેર નિકળવાનો એક જ રસ્તો છે, એકબીદા સાથે વાત કરો અને એકબીજાને ભેટીને સૂવો.

એક બીજા તરફ પીઠ કરીને સૂવું
તમારું આવી રીતે સૂવાનું જણાવે છે કે તમે એકબીજાની ઊંઘનું ખૂબ સમ્માન કરો છો. કેટલાક પાર્ટનર સેક્સ બાદ આરામદાયક ઊંઘ માટે આવી પોજિશનમાં સૂઇ જાય છે. જો એવું નથી અને ટેવથી એવું કરે છે તો એ જોખમકારક છે.

હાથ પગ ક્રોસ કરીને સૂવું
સૂવાની આ સેક્સ્યુઅલ પોજિશન છે. એ જણાવે છે કે તમે પૂરી રીતે એકબીજાના પ્રેમમાં છો અને તમારા બંનેની દુનિયા એક બીજામાં વસે છે.

બટ ટચ કરીને સૂવું
આવી રીતે સૂવાનું જણાવે છે કે તમે સેક્સ્યુઅલી એકબીજાથી આકર્ષિત છો, પરંતુ તમે પર્સનલ સ્પેસનું પણ પૂરું સમ્માન કરો છો.

print
Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com