રોટરી ક્લબ ઓફ બલસાર દ્વારા ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો.

રોટરી ક્લબ ઓફ બલસાર દ્વારા લિટરસી કમિશન અંતર્ગત એક દિવસીય ટીચર્સ ટ્રેનિંગ વોર્કશપો નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વલસાડ શહેર ની ૧૨ શાળાઓ ના ૩૬ પસંદગી પામેલા શિક્ષકોને ક્રિયેટીવી ઇન ક્લાસરૂમ વિષય પર મોટીવેશનલ ટ્રેઈનર ડૉ. દિપેશ શાહ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.જેમાં એલસીડી પ્રોજેક્ટ ના ઉપયોગ થી વિવિધ રમતો દ્વારા તથા નવી- નવી પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ કરવાની તાલીમ આપવામાં આવી હતી.
આ વોર્કશોપ ના અંતે શિક્ષકો ને આ પ્રવૃત્તિઓ ને પોતાની શાળા ના બીજા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની બાહેંધરી આપી હતી. આ સમગ્ર આયોજન લિટરસી ચેરમેન ડૉ. દેવાંગી દેસાઈ થતા રોટરી સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અને સફળતા પૂર્વક વોર્કશોપ યોજવા બદલ રોટરી ક્લબ ઓફ બલસર ના પ્રમુખ ડૉ.સુનીલ જૈન તથા સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો નો આભાર માન્યો હતો. અને આ કાર્યક્રમ ને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com