વલસાડ ના રાખોડિયા તળાવ નજીક યુવક પર થયેલ હુમલા પ્રકરણ ના આરોપી પોલીસ કસ્ટડીમાં ધકેલાય

ગત તારીખ 15 જુલાઈ ના રોજ વલસાડ ના રાખોડિયા તળાવ નજીક જૂની અદાવત રાખી સાજીદ શેખ નામક યુવાન પર ગામના ઈસમો ઘાત રાખી રાત્રી સમયે સાજીદ ની વૉચ રાખી હતી જ્યાં જલારામ બાપા મંદિર સામે રાત્રી 11 કલાકે ના અસરમાં સાજીદ શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન પ્રકાશ પટેલ ઉર્ફે (પી.સી) તેનો પુત્ર  આકાશ પટેલ,જીતુ, ધર્મેશ ઉર્ફે પિન્ટુ, અને અસ્વીન સાજીદ ને તલવાર, લોખંડ  ના રોડ, થી જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા, જ્યાં હુમલાનો ભોગ બનનાર સાજીદ શેખ ને પ્રથમ સારવાર હેઠળ ડોક્ટર હાઉસ હોસ્પિટલ માં ખસેડ્યા  હતા જ્યાં તેને વધુ સારવાર ની જરુર પડતા તેને સુરત હોસ્પિટલ ખાતે વધુ સારવાર અપાઈ હતી, જે હુમલા માં સાજીદ શેખ એ 5 ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસે જાન થી મારી નાખવાના ઇરાદે કરેલ ગુન્હા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે તપાસ બાદ એક માસ સુધી નાસ્તો ફરતા આરોપી ગત રોજ વકીલ મારફત વલસાડ સી.ટી.પોલીસ મથક માં હાજર થયા હતા જ્યાં તેમને આજરોજ જજ ના હુકમ હેતળ તમામ ના જમીન ના મંજુર થતા નવસારી સબ જેલ માં મુકિદેવ ના આદેશ ફટકારીયા હતા, ઉલ્લેખનીય છે મેં ફોન પર ઊંચે અવાજ થી વાત કરવા ની કરેલ ફરિયાદ મુદ્દે આ ઘટના આટલી હદ સુધી અંજામ આપશે ? કારણ કે બને પક્ષ દ્વારા પોલીસ મથક માં એક માસ અગાવ થયેલ ફરિયાદ માં બને પક્ષ ના લોકો મેં પોલીસે અને જાગૃત નાગરિકો એ શાંત પાડી મામલો ઉગ્ર ન બને તેની બાહેધરી આપી હતી પરંતુ આ નજીવી બાબત ને લઈ થયેલી બબાલ માં સાજીદ શેખ નું જીવ જોખમ માં મુકાયું હતું, હાલ પોલીસે તમામ આરોપી ને જેલ ના સળિયા પાછળ ધેકેલી દીધા છે.
Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com