વલસાડ હનુમાન ભાગડા માં બીમાર કપિરાજ નું વનવિભાગે કર્યું રેસ્ક્યુ

વલસાડ: ના હનુમાન ભાગડા ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે છેલ્લા ત્રણ દિવસ અગાવ એક કપિરાજ બીમાર અવસ્થા માં આવી જતા કપિરાજ નું જીવ જોખમ માં મુકાયું હતું જે કપિરાજ હનુમાન ભાગડા માં માં રહેતું હોય જેથી ત્યાં તેના અન્ય 3 કપિરાજ વસવાટ કરતા હોય છે પરંતુ આ કપિરાજ ને અચાનક કોઈ જનાવર કરડી ગયું કે પછી એ બીમાર પડી ગયું એ અંગે ગામના રહીશો ને જાણ ન થતા એ કપિરાજ 2 દિવસ સુધી એકજ અવસ્થામાં બીમાર પડી ગઈ હતી જેમાં તેને પગ ના ભાગે ઇજા પણ જોવા મળ્યું હતો જે અંગે ગામના રહીશો સર્વપ્રથામ નગરપાલિકા ને જાણ કરી જ્યાં પાલિકા માંથી જીવદયા પ્રેમી મહેશ ચૌહાણ ને કપિરાજ ની દેખરેખ માં મોકલાવ્યો હતો પરંતુ આજરોજ કપિરાજ ની હાલત વધારે ખરાબ હોય અને એની સારવાર કરવા જતાં ત્યાં અન્ય કપિરાજ આવી ચઢતા સારવાર કરવા ન દેતા આખરે વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી જ્યાં વનવિભાગ ની ટીમે બીમાર કપિરાજ નું રેસ્ક્યુ કરી તેને વધુ સારવાર અર્થે ચણવાઈ ફોરેસ્ટ વિભાગ માં લઇ ગયા હતા, જ્યાં વનવિભાગ ના ડોક્ટર ના જણાવ્યા મુજબ આ કપિરાજ તંદુરસ્ત થઈ જાય ત્યાં સુધી તેમની દેખરેખ માં રાખશે બાદમાં તંદુરસ્ત થતા તેમને ફરી હનુમાન ભાગડા માં છોડી દેવામાં આવશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com