Share
અમિતાભ બચ્ચન બનશે GSTના બ્રાન્ડ એમ્બેસેડર!

અમિતાભ બચ્ચન બનશે GSTના બ્રાન્ડ એમ્બેસેડર!

દેશભરમાં જીએસટીના મુદાને લઇ ચર્ચા ચાલી રહી છે. નવી રાષ્ટ્રીય સ્તરની કરવેરા પદ્ધતિને આવતી 1 જુલાઈથી દેશભરમાં લાગુ પડવાની છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વાર જીએસટીને પ્રમોટ કરવા માટે બોલીવુડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને એનાયત કરાયા છે.

 જેમાં અમિતાભને દર્શાવતા 40-મિનિટના એક વિડિયોનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. અને તેને  સર્ક્યૂલેટ કરવામાં આવી રહ્યો છે.અને . જીએસટીને અમિતાભ દ્વારા પ્રમોટ કરાવતા બીજા વિડિયો પણ ઉતારવામાં આવ્યા છે. આ અગાઉ જીએસટીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુને કેહવામાં આવ્યું હતું. આ સાથે નાણાંપ્રધાન અરૂણ જેટલીએ એમનાં ટ્વિટર પેજ પર આ વિડિયો મૂક્યો છે જેમાં અમિતાભને જીએસટીને પ્રમોટ કરતા દર્શાવવામાં આવ્યાં છે.

ભારત દેશ આઝાદ થયો ત્યારપછી આ પહેલી જ વાર કેન્દ્ર સરકારે કરવેરા પદ્ધતિમાં આટલા મોટા પાયે ફેરફારો કર્યા છે. આ વેરા પદ્ધતિને અમલમાં મૂકવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. 2014 માં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી તે સૌથી નોંધપાત્ર આર્થિક સુધારા તરીકે ડબ કરવામાં આવી રહ્યું છે અને જીડીપી વૃદ્ધિ દરમાં 2 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે. જીએસટી કાઉન્સિલ, કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને લાવે છે, તેના માટે 17 વખત બેઠક મળી છે.