Share
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી

ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી અંગેના અંતિમ નિર્ણય લેવા માટે ભાજપ દ્વારા સાંસદ અને ધારાસભ્યોને દિલ્હી ખાતે તેડાવ્યા હતા,અને સંસદીય બોર્ડની મિટિંગમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના  નામની ઘોષણા પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપના વરિષ્ટ નેતાઓ તેમજ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચર્ચા બાદ બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ ને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં  આવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ રામનાથ કોવિંદ  મુળ કાનપુરના  રહેવાશી છે અને હાલમાં તેઓ બિહારના રાજ્યપાલ છે.રામનાથ કોવિંદ વ્યવસાયે વકીલ અને બે વખત રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા.તેઓ 1998 થી 2002 સુધી ભાજપ દલિત મોર્ચાના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા કોળી સમાજના  અધ્યક્ષ રહી ચુક્યા છે.