જીટીપીએલ હેથવે લિ.નો આઈપીઓ ર૧ જુને ખુલશે.

જીટીપીએલ હેથવે લિમિટેડ (“કંપની” કે “ઇશ્યૂઅર”)એ ૨૧ જૂન, ૨૦૧૭ને બુધવારે રોકડનાં બદલામાં (શેર પ્રીમિયમ સહિત) રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”)નો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં રૂ. ૨,૪૦૦ મિલિયનનાં નવા ઇક્વિટી શેર (“ફ્રેશ ઇશ્યૂ”) અને ૧૪,૪૦૦,૦૦૦ ઇક્વિટી શેરનાં વેચાણની ઓપર સામેલ છે. આ ઓફર ફોર સેલમાં શ્રી અનિરૂદ્ધસિંહજી જાડેજાનાં ૧,૧૩૬,૦૦૦ ઇક્વિટી શેર, શ્રી કનકસિંહ રાણાનાં ૪૪૦,૦૦૦ ઇક્વિટી શેર, ગુજરાત ડિજિ કોમ પ્રાઇવેટ લિમિટેડનાં ૫,૪૮૦,૦૦૦ ઇક્વિટી શેર, હેથવે કેબલ એન્ડ ડેટાકોમ લિમિટેડનાં ૭,૨૦૦,૦૦૦ ઇક્વિટી શેર અને શ્રી અમિત શાહનાં ૧૪૪,૦૦૦ ઇક્વિટી શેર (સંયુક્તપણે “વિક્રેતા શેરધારકો”) સામેલ છે. બિડ/ઓફર ૨૩ જૂન, ૨૦૧૭ને શુક્રવારે બંધ થશે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૬૭થી રૂ. ૧૭૦ નક્કી કરવામાં આવી છે. બિડ્‌સ લઘુતમ ૮૮ ઇક્વિટી શેર અને પછી ૮૮ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.
ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ  જે એમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સીક્યોરિટીઝ લિમિટેડ, બીએનપી પારિબા, મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે.
સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્‌સ) રેગ્યુલેશન, ૨૦૦૯, જેમાં થયેલા સુધારા મુજબ કંપની બીઆરએલએમ સાથે ચર્ચા કરીને એન્કર રોકાણકારો દ્વારા સહભાગીતાનો વિચાર કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો ગાળો બિડ/ઓફર ખુલવાની તારીખનાં એક કાર્યકારી દિવસ અગાઉ એટલે કે મંગળવાર, ૨૦ જૂન, ૨૦૧૭ રહેશે.
આરએચપી મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com