મુંબઈમાં ઓનલાઈન બુકિંગ કરીને વાહન પાર્ક કરી શકાશે

મુંબઈમાં પાર્કિંગની  જગ્યા મેળવવી હંમેશા એક સમસ્યા રહી છે,પરંતુ હવે મહાનગર  પાલિકા એક નવી એપ વિકસાવી રહી છે,જેના માધ્યમથી  વાહનચાલક ઓનલાઇન પાર્કિંગ બુક કરાવી શકશે.

પ્રથમ તબક્કામાં આગામી ત્રણ મહિનામાં દક્ષિણ મુંબઈના આઠ પાર્કિંગ નિર્ણય લેવામાં આવ્યો છે,ઓનલાઇન પાર્કિંગ શરૂ થયા બાદ દક્ષિણ મુંબઈમાં ઘરેથી નીકળતા તમે તમારી પસંદગીના જગ્યાએ પાર્કિંગ બુક કરાવી શકશો, પાલિકાના કમિશનર અજોય મહેતાની હાજરીમાં ઓનલાઇન પાર્કિંગ સુવિધાની ટેક્નિકલ ટ્રાયલ પણ લેવામાં આવી હતી.

પાર્કિંગ વ્યવસ્થા માટે પોતાનું વાહન ક્યાં પાર્ક કરવું છે તેનો નિર્ણય વાહનધારક ત્યાં પહોંચતા પહેલા લઈ શકશે,વેબસાઈટ કે એપ પર બુકિંગ  કર્યા બાદ વાહનધારકોને પાર્કિંગનું સરનામું જગ્યાનો નંબર બુકિંગનો સમય વાહનનો નંબર વગેરે માહિતી મોબાઈલ પર મેસેજ દ્રારા મળશે, આ જ મેસેજ પાર્કિંગ પ્લોટના કર્મચારીને પણ મળશે,બુકિંગ  કર્યા બાદ નિશ્ચિત સમયમાં વાહન નહીં આવે તો ઓનલાઇન બુકિંગ  રદ કરી તે જગ્યા અન્ય વાહનને ફાળવવામાં આવશે,નિયમિત પાર્કિંગ કરનારા વાહનધારકોને આઇએફઆઈડી ટેગક્રની સુવિધા આપવામાં આવશે,વાહન જેટલો સમય પાર્કિંગમાં હશે તેટલો સમયના પૈસા વાહનધારકના ખાતામાંથી પાલિકાના કે કોન્ટ્રાકટરના ખાતામાં જમા થશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com