ભારતને 180 રને હરાવી પાકિસ્તાને આઇસીસી ચેમ્પિયનશીપ જીતી,ઝમાન-આમિર જીતના હીરો

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો 180 રને પાકિસ્તાન સામે પરાજય થયો હતો.પાકિસ્તાને પહેલાર આઇસીસી ચેમ્પિયનશીપ જીતી હતી.પાકિસ્તાને ભારત સામે પહેલીવાર આઇસીસી ચેમ્પિયનશીપમાં મેચ જીતી હતી.ભારત સામે અન્ડરડોગ ગણાતી પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 338 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો.આ લક્ષ્ય સામે ભારતીય બેટ્સમેનો 158 રન કરીને ઘુંટણીયે પડ્યા હતા.ભારતનો 180 રને કારમો પરાજય થયો હતો.ભારત તરફથી માત્ર હાર્દિક પંડ્યાએ જ 43 બોલમાં 76 રન કરીને લડત આપી હતી.

પાકિસ્તાન તરફથી બંને ઓપનરોએ 128 રનની પાર્ટનરશીપ કરીને જીતનો પાયો નાંખ્યો હતો.અઝહરઅલીએ 59 અને ફખર જમને 114 રન કર્યા હતા.બાબર આઝમે 46 અને મહંમદ હઝીફે 37 બોલમાં 57 રન કરીને ભારતીય બોલરોને હાવી થવા દીધા નહોતા.ભારતની બોલિંગ આજે વામણી પુરવાર થઈ છે. તેના બે બોલર સખત રીતે ઝૂડાઈ ગયા હતા. એક ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (10 ઓવરમાં એકેય વિકેટ વગર 70 રન) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (9 ઓવરમાં એકેય વિકેટ વગર 68 રન). ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 67 રન ખર્ચી દીધા હતા.

ભારતની  ઇનિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા (0) વિરાટ કોહલી (5)શિખર ધવન (21) ત્રણેયની વિકેટ ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે પાડી હતી,ધોની (4)ને હસન અલીએ યુવરાજ (22) અને કેદાર જાધવ (9)ની વિકેટ સ્પિનર શાદાબ ખાને લીધી હતી.હસન અલીએ પણ 3 વિકેટ લીધી હતી.

ભારત તરફથી લડત આપતા હાર્દિક પંડ્યાએ માત્ર 43 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને ઓવલમાં હાજર દર્શકોનું મનોરંજન કર્યું હતું. અંતે રવિન્દ્ર જાડેજાની ભૂલને કારણે તે રનઆઉટ થયો હતો. આઉટ થતાં પહેલાં પંડ્યાએ શાદાબ ખાનને 3 બોલમાં 3 સિક્સ અને ફખર ઝમાનને બે બોલમાં બે સિક્સ ફટકારી હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com