Share
પાટીદાર યુવાન કેતનની અંતિમયાત્રા ગાંધીનગર ન પહોંચે તે માટે શું છે પોલીસનો પ્લાન, જાણો .

પાટીદાર યુવાન કેતનની અંતિમયાત્રા ગાંધીનગર ન પહોંચે તે માટે શું છે પોલીસનો પ્લાન, જાણો .

મહેસાણામાં પાટીદાર યુવાનની કસ્ટોડીયલ ડેથને મામલે બનાવના આટલા દિવસો બાદ પણ યુવાનના અંતિમ સંસ્કાર થયા નથી. કેતનના બનાવમાં પાટીદારો દ્વારા સીબીઆઈ તપાસની માગણી સાથે પાટીદારો રવિવારે કેતનના મૃતદેહને લઈ ગાંધીનગર રાજભવન ખાતે આવવાની જાહેરાત કર્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને કેતનનો મૃતદેહ જ્યાં સાચવવામાં આવ્યો છે ત્યાંથી જ પાટીદારોને ડીટેઈન કરી લેવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા પાટીદાર નવયુવાન કેતન પટેલના મૃતદેહને 18 જૂને રવિવારે વહેલી સવારે સાત કલાકે ગાંધીનગર ખાતે લાવવામાં આવશે અને તેની અંતિમ યાત્રા મહેસાણાથી વાયા ગોજારિયા આ મૃતદેહ લાવવામાં આવશે. બાબુ માંગુકિયા તેમજ કેતનના પિતાની આ જાહેરાત બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને આ અંતિમયાત્રા કોઈપણ ભોગે ગાંધીનગર સુધી તો ઠીક પણ મહેસાણાની પણ બહાર ન નીકળે તેવી તૈયારીમાં જોડાઈ ગઈ છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જો આ યાત્રા મહેસાણા બહાર નીકળશે તો અનામત આંદોલનને ફરી વેગ મળશે. ઉપરાંત જેમ આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે તેમ તેમ વધુને વધુ લોકો જોડાતા જાય તેવી પણ ભીતિ છે અને જો તેમ થાય તો કેન્દ્ર સુધી ગુજરાતની આ યાત્રાનો જવાબ આપવો પડે તેવી સ્થિતિ સર્જાય. તેના કારણે જ આ યાત્રાને મહેસાણામાં જ ડામી દેવા જિલ્લાની હદને પોલીસ સીલ પણ મારી દે તેવી સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં.