૩૦ લાખથી ઓછી કિંમતના મકાનોમાં તેજીનો દૌર શરૂ થઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સ્થગિત રહેલા રિયલ એસ્ટેટ માર્કેટમાં એફોર્ડેબલ હાઉસિંગ એટલે કે ૩૦ લાખથી ઓછી કિંમતના મકાનોમાં તેજીનો દૌર શરૂ થઈ રહ્યો છે. બિલ્ડર સસ્તી કિંમતવાળા ઘરો બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. બિલ્ડરો હવે એવા ઘર બનાવે છે જે મિડલ કલાસ અફોર્ડ કરી શકે. ૩૦ લાખથી ઓછી કિંમતવાળા ઘરોના વેચાણથી હોમલોનની ડિમાન્ડ વધી છે.

   HDFCના ચેરમેન દીપક પારેખના જણાવ્યા મુજબ, બેંકોમાં ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં હોમલોનની અરજીઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં આ સંખ્યા ૨૪% રહી અને માર્ચમાં પાછલા મહિનાની સરખામણીમાં હોમ લોનની અરજીઓમાં ૪૪%નો વધારો થયો. તેમણે જણાવ્યું, ‘આ વધારા પાછળ ઊંચા રોકાણવાળી પ્રોપર્ટી નહીં પણ અફોર્ડેબલ હોમ્સ છે. હજુ સુધી અમારી સરેરાશ હોમલોન સાઈઝ ૨૫.૬ લાખ છે. ઘણા કવાર્ટરમાં પહેલી વખત આવું થયું છે કે જયારે HDFCની સરેરાશ હોમ લોન સાઈઝ ૨૬ લાખથી નીચે આવી છે.

   પ્રોપર્ટી એકસપર્ટના જણાવ્યા મુજબ અમદાવાદમાં આ પ્રકારના (૩૦ લાખથી ઓછી કિંમત) ઘર વધુ છે. જે બાદ પૂણેમાં (૫૦ લાખથી ઓછી કિંમતવાળા) અને મુંબઈના પણ કેટલાક વિસ્તારોમાં છે. હાઉસિંગ ફાઈનાન્સ પ્રોવાઈડર્સને આશા છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપવામાં આવતી સબસિડીથી અફોર્ડેબલ હોમ લોન સેગેમેન્ટમાં ૨૫ ટકાનો નફો જોવા મળ્યો છે. આ યોજના ડિસેમ્બર ૨૦૧૭ સુધી લાગુ રહેશે, અને તેમાં ૧૨ લાખ વાર્ષિક આવકવાળા ૯ લાખ રૂપિયાની લોન પર ૪ ટકા અને ૧૮ લાખની વાર્ષિક આવકવાળાને ૧૨ લાખ રૂપિયાની લોન પર ૩ ટકા છૂટ મળશે.

   રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ લાયસેસ ફોરાસના MD પંકજ કપૂરે કહ્યું છે કે અફોર્ડેબલ સેગમેન્ટ (૨૫ લાખથી ઓછી કિંમતના ઘરો પર) ત્રિમાસિક દર વધુમાં વધુ ૩૧ ટકાની વૃદ્ઘિ નોંધાઈ છે. આ સિવાય અલ્ટ્રા લકઝરી સેગમેન્ટના લેચાણમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. નોટબંધીના કારણે ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, પણ જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૭ વચ્ચે ઠીક-ઠાક માંગ રહી.

   ડેવલપર નિરંજન હીરાનંદાની કહે છે કે, તેમના મુંબઈ નજીક થાણે સ્થિત પ્રોજેકટમાં ૬૦૦ સ્કવેરફૂટના ઘરોનું વેચાણ સારું રહ્યું. તેમણે જણાવ્યું કે, ‘જયારે બજારમાં અન્ય પ્રોજેકટ આવશે અને લોકોને ટેકસ બેનિફિટ મળવા લાગશે તો વધુ તેજી જોવા મળશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com