Share
ફાઉન્ડર મેમ્બર્સનાં સ્ટેક-સેલિંગની વાતને ઇન્ફોસીસે નકારી.

ફાઉન્ડર મેમ્બર્સનાં સ્ટેક-સેલિંગની વાતને ઇન્ફોસીસે નકારી.

ઇન્ફોસીસ લિમિટેડનાં રિપોર્ટ અનુસાર ફાઉન્ડર મેમ્બર્સનાં સ્ટેક વેચવાની વાત નકારી દેવાઇ છે. આ સમાચાર બાદ કંપનીનાં શેર એકદમ ઉંચકાયા હતાં અને 923.05થી 952એ બંધ રહ્યો હતો. જોકે ઇન્ફોસિસનાં શેર BSEનાં લુઝર લિસ્ટમાં સામેલ હતાં.

કંપનીને સત્તાવાર રીતે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યુ હતું, જેમાં માહિતી આપવામાં આવી કે, “ઇન્ફોસીસ દ્વારા જાહેર કરવામાં આવે છે કે બજારમાં ચાલતી સ્ટેક-સેલિંગની વાત નકારવામાં આવે છે. કંપનીનાં પ્રમોટર્સ દ્વારા આ વાતને રદિયો આપવામાં આવે છે. કંપની ભારપૂર્વક કહે છે કે આ વાતને કંપનીનો કોઇ આધાર નથી.”

જોકે કંપનીનાં ફાઉન્ડર્સ દ્વારા કંપની બોર્ડ સામે ફરિયાદ છે કે તેઓ કોર્પોરેટ ગવર્નન્સનાં નિયમોનું પાલન કરી રહ્યાં નથી.