Share
પાક. બાદ હવે શ્રીલંકાને કચડી નાખવા ભારત સજ્જ.

પાક. બાદ હવે શ્રીલંકાને કચડી નાખવા ભારત સજ્જ.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રાેફીમાં પાેતાની ગ્રુપ બીની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે આજે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ શ્રીલંકાને કચડી નાંખીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરવા માટે ઉત્સુક છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચુકી છે. ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં જ ભારતે આ બાબત સાબિત કરી હતી. રોહિત શમાૅ, શિખર ધવન, વિરાટ કોહલી, યુવરાજ િંસહ સહિતના બેટ્સમેનાે પાકિસ્તાન સામે જોરદાર દેખાવ કર્યા બાદ આજે પણ આેવલના મેદાન પર શ્રીલંકા સામે જોરદાર દેખાવ કરવા ંમાટે તૈયાર છે. આેવલના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહી શકે છે. સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જો વરસાદ વિલન નહી બને તાે રોમાંચક મેચ રમાશે. બન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વતૅતાન ચેÂમ્પયન ટીમ છે. જ્યારે શ્રીલંકાની ટીમ હાલમાં ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. શ્રીલંકા પાસે પણ કેટલાક શક્તિશાળી ખેલાડી રહેલા છે. ચેમ્પિયન્સ ટ્રાેફી માટે ટીમ ઈન્ડિયાની આઠમી મેના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં રોહિત શમાૅ, આર.અશ્વિન, મોહંમદ સામી અને યુવરાજિંસહની વાપસી કરાઇ હતી. આઈસીસીની બીજી સાૈથી મોટી સ્પર્ધા તરીકે આને ગણવામાં આવે છે.ચેમ્પિયન્સ ટ્રાેફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તાે ચેમ્પિયન ટ્રાેફીમાં બે વખત ભારત અને આેસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રાેફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ 2013માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી.પહેલી જુનના દિવસે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રાેફીની શરૂઆત થયા બાદ 18મી જુન સુધી મેચો ચાલનાર છે.

આઇસીસી વનડે ચેમ્પિયન્સશીપ રેિંન્કગમાં ટોપ આઠમાં રહેલી ટીમો મેદાનમાં ઉતરી છે. બાંગ્લાદેૈશની ટીમ આ વખતે વેસ્ટ ઇન્ડિઝની જગ્યાએ રમી રહી છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ યાદીમાં નવમા ક્રમ પર છે. વર્ષ 2006 બાદથી બાગ્લાદેશની ટીમ પ્રથમ વખત પરત ફરી છે. જેથી તેના ખેલાડીઆે પણ ઉત્સાહિત દેખાઇ રહ્યાા છે. હાલમાં જ માન્ચેસ્ટરમાં હુમલો કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગાેઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રાેફીનું આયોજન પહેલી જૂનથી 18મી જૂન સુધી ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રાેફીની પાેતાની પ્રથમ મેચમાં ભારતે પાેતાના નજીકના હરિફ પાકિસ્તાન પર ચોથી જુનના દિવસે મોડી રાત્રે 124 રને જીત મેળવી હતી. ગ્રુપ બીની બન્ને ટીંમોની આ પ્રથમ મેચ હતી. પાકિસ્તાન સામે જીત મેળવી લીધા બાદ ચેમ્પિયન્સ ટ્રાેફીનાે તાજ જાળવી રાખવા માટે હવે ભારતને વધારે પડકારની સ્થિતીનાે સામનાે કરવો પડશે. એક પણ ભુલ હવે ભારે પડી શકે છે. કોઇપણ ટીમને આેછામાં આેછી બે મેચ જીતવાની સ્થિતિમાં સેમિફાઇનલમાં સીધી તક મળશે. પ્રથમ મેચમાં પાેતાના સ્તર પર કરવામાં આવેલી અનેક ભુલને સુધારી દેવા માટે ભારતને પણ ધ્યાન આપવુ પડશે. ભારતને સેમીફાઇનલમાં પહાેંચવા માટે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમ સામે રમવુ પડશે. જો વરસાદ વિલન બનશે નહી તાે ચાહકોને રોમાચક મેચ જોવા મળી શકે છે. બન્ને ટીમો નીચે મુજબ છે.

ભારત વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, રહાણે, યુવરાજિંસહ, કેદાર જાદવ, રોહિત શમાૅ, મહેન્દ્રિંસહ ધોની, અશ્વિન, મોહંમદ સામી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, મનિષ પાંડે, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા

શ્રીલંકા એન્જેલો મેથ્યુસ (કૅપ્ટન) , થારંગા, ડિકવિલા, કુશાલ મેન્ડીસ, કુશાલ પરેરા, ચમારા અપુગેદરા, અસેલા ગુનારત્ને, દિનેશ ચાંડીમલ, લાસિત મલિંગા, સુરંગા લકમલ, નુવાન કુલાસેકરા, નુવાન પ્રદીપ, થીસારા પરેરા, લકસન સંદાકન, સીકુગે પ્રસન્ના.