સંઘર્ષ કરતા પાટીદારોને તેમનો હક મળવો જોઈએ – રાજ બબ્બર

ભાજપ ની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા સુરત ખાતે આવેલા અભિનેતા અને કૉંગ્રેસ ના નેતા રાજ બબ્બરે કહ્યું પાટીદાર સમાજ સંઘર્ષ કરતો હોય તો તેને તેમને હક હિસ્સો મળવો જોઈએ
રાજ બબ્બરે પીપલોદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ માં જણાવ્યું કે દેશ માં એમપી , ઓડિશા , રાજસ્થાન , અને ગુજરાત સહિત ના રાજ્યો માં લોકો નો અવાજ દબાવી દેવા ના પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવા માં આવી રહ્યો છે. દેશ નો દરેક નાગરિક મોદી સરકાર શાસન માં આવ્યાબાદ દુઃખી થઈ રહ્યો છે. હાલ ની સરકાર ઉજવણી કરી રહી છે અને ત્યારે કૉંગ્રેસ લોકો સમક્ષ સરકાર ની હકીકત રજુ કરવા દેશ ના શહેરો માં અભિયાન ચલાવી રહી છે રાજ બબ્બરે વધુ માં મોદી સરકાર દરમ્યાન ની નીતિઓ ઓ ના આંકડાઓ પણ રજૂ કર્યા શિક્ષણ , ઔદ્યોગિક , મહિલા સુરક્ષા , બેટી બચાઓ , દલિતો પર થતા અત્યાચારો , યુવા નો ને રોજગાર જેવા ક્ષેત્રે મોદી સરકાર નિષ્ફળ નીવડી છે

Twitter Auto Publish Powered By : XYZScripts.com