બ્રેઝાની પ્રચંડ સફળતાથી પ્રેરાઈને મારુતિ SUVનો કાફલો ઉતારશે.

[highlight]મારુતિ સુઝુકી તેની વિટારા બ્રેઝાને મળેલી અપાર સફળતાથી પ્રેરાઈને ભારતના ઝડપભેર વૃદ્ધિ કરી રહેલા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV) સેગમેન્ટમાં આગામી કેટલાંક વર્ષોમાં વધુ મોડલ્સ લોન્ચ કરીને તેનું સ્થાન મજબૂત કરવા માંગે છે.[/highlight]

મુંબઈ:
કંપનીની યોજનાથી પરિચિત પાંચ લોકોએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે, મારુતિ હવે બ્રેઝાથી ચડિયાતી મોટી SUV વિકસાવી રહી છે, જે ટાટા હેક્ઝા સામે સ્પર્ધામાં ઊતરશે. નવી SUVનું ડેવલપમેન્ટ સુઝુકીના ફિફ્થ જનરેશન C પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે અને 2020માં તેનું ઉત્પાદન કરવાનું આયોજન છે. બ્રેઝા કરતાં નીચેની પોઝિશનમાં નાની SUV મૂકી શકાય કે નહીં તેને લઈને શક્યતાદર્શી અભ્યાસ પણ કંપનીએ હાથ ધર્યો છે.

બ્રેઝાથી ઉપર અને નીચેના પોઝિશનનાં બે મોડલના લોન્ચિંગ અંગે મારુતિ સુઝુકીના MD કેનિચી અયુકાવાએ કહ્યું હતું કે, આવા સેગમેન્ટ્સમાં કેટલીક તક વિકસી રહી છે. અમારે તેનો ગહન અભ્યાસ કરવો પડશે.

અમે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. એક સંભ‌વિત વિકલ્પ એ છે કે, મારુતિ SUV સ્ટાઇલની હેચબેક (જેનું કોડનેમ Y1K છે) લાવશે, જેને રેનો ક્વિડ સામે ઉતારશે. કંપનીએ નાની SUV અને હેચબેક માટે અલગથી અભ્યાસ હાથ ધર્યો છે, પણ આ અભ્યાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને નિર્ણય લેવાનો બાકી છે એમ પરિચિત લોકોએ જણાવ્યું હતું.

એક વ્યક્તિએ કહ્યું હતું કે, SUV અને ક્રોસઓવર જેવા નવા સેગમેન્ટ્સમાં મૂકેલી નવી કારને લીધે મારુતિને ઊંચો બેઝ હોવા છતાં બે આંકડામાં વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળી છે. કંપની કાર માર્કેટના તમામ સેગમેન્ટ્સમાં પ્રોડક્ટ્સ ધરાવે છે પરંતુ બ્રેઝાની ઉપર અને નીચેની પોઝિશનમાં ઘણો અવકાશ છે, જેને ભરવાથી મારુતિને ભવિષ્યમાં ૧૫થી 17 લાખ યુનિટ્સના બેઝ પર વોલ્યુમ ઊભું કરવામાં મદદ મળી શકે છે.

મારુતિની ક્રોસઓવર યુટિલિટી કાર S-ક્રોસ અને સેડાન કિઝાશી બંને રૂ.10 લાખથી વધુ કિંમતની છે પરંતુ તેને માર્કેટમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. હવે કંપની ફિફ્થ જનરેશન C પ્લેટફોર્મ પરથી આટલી કિંમતની SUV લોન્ચ કરવા માંગે છે અને તેને કંપનીની સૌથી મહત્ત્વની મહત્ત્વાકાંક્ષી યોજના ગણવામાં આવી રહી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com