Share
લીક્વીડ સોપ કે જેલ વાપરવું સ્વાસ્થ્ય કેટલું હાનિકારક જાણો .

લીક્વીડ સોપ કે જેલ વાપરવું સ્વાસ્થ્ય કેટલું હાનિકારક જાણો .

હેન્ડ જેલ્સની લોકપ્રિયતા દુનિયાના દરેક દેશમાં છે. બ્રિટનમાં એક તૃતીયાંશ લોકો મહિનામાં એક વાર જરૂર લીક્વીડ સોપ ખરીદે છે. જો તમે તમારા હાથ સ્વચ્છ રાખવા ટ્રેન, ઓફીસ, હોટલ કે ઘરમાં જંતુનાશક જેલ વાપરતા હોવ તો સતર્ક થઇ જાઓ. તમે લીક્વીડ સોપ વાપરીને પોતાને સુરક્ષિત મેહસૂસ કરતા હોવ તો તમારે જાગી જવાની જરૂર છે. હેન્ડ જેલ્સમાં ૬૦% આલ્કોહોલ હોય છે જેનાથી તત્કાલ જંતુઓનો નાશ થઇ જાય છે પરંતુ વાસ્તવમાં તે ખાસ અસરકારક નથી. કેટલાક રોગકારક જંતુ જેવા કે ન્યોરોવાઈરસ અને ડીફિસાઇલ પર આ જેલનો ખાસ પ્રભાવ પડતો નથી.

સાબુ અને પાણીથી હાથ ધોવા વધુ હિતકારક છે. કેટલાક સંસોધનો અનુસાર જેલ વાપરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક નીવડી શકે છે. આ જેલ્સમાં ટ્રાઈકોલ્સન હોય છે જે તમારા હોર્મોન્સમાં ગરબડી થવાનું કારણ બની શકે છે. એટલે સુધી કે એ તમારી જંતુ પ્રતિકારક શક્તિને નબળી થવાની શક્યતા રહે છે. ટ્રાઈકોલ્સનને કારણે આતરડામાં સમસ્યા ઉભી થઇ શકે છે. નાના બાળકોને ઉલટી થઇ જવાનો ભય પણ રહે છે. ભારતમાં આજકાલ લીક્વીડ સોપના વપરાશમાં જયારે દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોએ જાગૃત થવાની જરૂર છે.