Share
ગાયનું કતલ કર્યું છે તો હવે આવી બની નવો કાયદો આજથી અમલમાં  જાણો

ગાયનું કતલ કર્યું છે તો હવે આવી બની નવો કાયદો આજથી અમલમાં જાણો

દેશભરમાં ગૌવંશની હત્યાના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ગૌવંશની હત્યા કરનારને આજીવન કેદની  સજા અને પાંચ લાખનો દંડ કરવાના કાયદાને અમલમાં મુકી દીધો છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પત્રકારો સમક્ષ આ કાયદાની જાહેરાત કરતા જણાવ્યુ હતું સમગ્ર દેશમાં ગુજરાત પહેલુ રાજ્ય છે કે જ્યાં ગૌવંશની હત્યા રોકવા માટે આટલો કઠોર કાયદો બનાવ્યો છે. આ ઉપરાંત ગૌવંશની ગેરકાયદે હેરાફેરી કરનાર અને ગૌવંશનું માંસ રાખનાર સામે પણ નવા કાયદા મુજબ કામે લેવામાં આવશે.

પ્રદિપસિહ જાડેજાએ વધુમાં જણાવ્યુ હતું કે, નયા કાયદા પ્રમાણે દસ વર્ષથી વધુની આજીવન કેદની સજાનો કાયદો ઘડી કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત જે વાહનમાં ગૌવંશ અથવા તેના માંસની હેરાફેરી થતી હશે તે વાહન રાજય સરકાર હસ્તક મુકી દેવામાં આવશે. અગાઉના કાયદા પ્રમાણે ગૌવંશ અને ગૌમાસમી હેરાફેરી કરનારને ત્રણથી સાત વર્ષની સજા હતી તેમાં વધારો કરી દસ વર્ષની સજા અને સાત વર્ષથી ઓછી સજા ના હોય તેવો કાયદો ઘડી કાઢવામાં આવ્યો છે. તેમજ પચાસ હજારનો દંડ હતો તેમાં વધારો કરી પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

જાડેજાએ જણાવ્યુ હતું કે, અગાઉ આ તમામ ગુનાઓ જામીનપાત્ર હતા, પણ હવે તેમને બીનજામીનપાત્ર ગુનામાં ગણવામાં આવશે, સાથે પશુની સવારના સાંજના સાતથી સવારના પાંચ સુધી સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગૌમાંસ પકડાય તેની ખરાઈ કરવા માટે ફોરેનસીક વિભાગની ચાર મોબાઈલ લેબોરેટરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વધારો કરી દસ કરવામાં આવશે. જયારે પશુની હેરાફેરી માટે પરમીટ આપતી ઓથોરેટીમાં ફેરફાર કરી ટીડીઓ, મામલતદાર, ચીફ ઓફિસર, હેલ્થ ઓફિસર, અને વેટનરી ડૉકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.