ચોતરફી વેચવાલીથી બજાર ફરી એકવાર ઓલટાઈમ હાઈ..

ભારતીય શેરબજારોએ આજે પોતાની આગેકૂચ જાળવી રાખીને નવી ઊંચી સપાટી બનાવી લીધી છે. આજે જોવા મળેલ ચોતરફી ખરીદીના પગલે સેન્સેક્સ ૧૩૫.૭૦ પોઈન્ટ એટલે કે ૦.૪૪ ટકા વધીને ૩૧૨૭૩.૨૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૭.૪૦ પોઈન્ટ એટલે કે ૦.૩૯ ટકા વધીને ૯૬૫૩.૫૦ની સપાટી પર બંધ રહ્યો હતો.

આજના સેશનમાં ખાસ કરીને ફાર્મા, રીઅલ્ટી, ઓટો અને એફએમસીજી સેક્ટરમાં તેજી જોવા મળી હતી. ફાર્મા ઈન્ડેક્સ ૧.૬૫ ટકા અને રીઅલ્ટી ૧.૩૨ ટકા વધીને મોખરે રહ્યા હતા. ઉપરાંત એફએમસીજીમાં ૦.૯૦ ટકા, મીડિયામાં ૦.૭૫ ટકા, ઓટોમાં ૦.૪૭ ટકા, ઈન્ફ્રામાં ૦.૪૩ ટકા, આઈટીમાં ૦.૩૨ ટકા, બેંક નિફ્ટીમાં ૦.૨૮ ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે એનર્જી અને મેટલ સેક્ટર સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સેન્સેક્સમાં આજે ૧૮ શેર વધીને બંધ રહ્યા હતા, જેમાં હિરો મોટોકોર્પ, સિપલા, યસ બેંક, અદાણી પોર્ટ અને ઓરબિન્દો ફાર્માના શેરોમાં ૨.૨ ટકાથી લઈ ૩.૧૨ ટકાનો વધારો થયો હતો. જ્યારે આઈટીસી, એચડીએફસી અને હિરોમોટો કોર્પમાં ૦.૩૫ ટકાથી ૨.૮૨ ટકા સુધીનો વધારો થયો હતો. સાથે જ વિપ્રો, ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી, લુપિન, સનફાર્મા, તાતા મોટર્સ અને ટીસીએસના શેર પણ વધીને બંધ રહ્યા હતા. જ્યારે ગેલનો શેર ૧.૪૭ ટકા ઘટીને ટોપ લુઝર રહ્યો હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, એચયુએલ, એલએન્ડટી, રીલાયન્સ, એક્સીસ બેંક, મારુતિ અને તાતા સ્ટિલ જેવા શેરમાં ૦.૨૮ ટકાથી ૧.૨૭ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com