Share
ટેનિસની રમત લેસ્બિયનોથી ભરેલી છે: માર્ગારેટ કોર્ટ

ટેનિસની રમત લેસ્બિયનોથી ભરેલી છે: માર્ગારેટ કોર્ટ

સિડની: ઑસ્ટ્રેલિયાનાં મહાન ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટે બુધવારે એવો દાવો કર્યો હતો કે ટેનિસની રમત લેસ્બિયનોથી ભરેલી છે અને ટ્રાન્સજેન્ડર બાળકોના મગજ ખરાબ કરી નાખવામાં આવ્યા છે.

૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર માર્ગારેટે સમલિંગી લગ્નોનો સપોર્ટ કરતી કૅન્ટાસ ઍરલાઇનનો બહિષ્કાર કરવાનો નિર્ણય ગયા અઠવાડિયે વ્યક્ત કર્યો હતો.

ભૂતપૂર્વ પ્લેયરો માર્ટિના નવરાતિલોવા અને બિલી જીન કિંગ લેસ્બિયન છે. તેમણે ઘણી વાર માર્ગારેટના મંતવ્યોને વખોડ્યા હતા.