તમે જે વિડીયો જોશો તે કોઈ સુપરહીરો ફિલ્મનું ટ્રેલર નથી પણ આ તો રિયાલીટી છે.ઉડતાં માણસે બોલ આપ્યો પછી જ શરૂ થઈ મેચ

તમે જે વિડીયો જોશો તે કોઈ સુપરહીરો ફિલ્મનું ટ્રેલર નથી પણ આ તો રિયાલીટી છે. પોર્ટુગલમાં રવિવારના થયેલા પોર્ટુગીઝ કપ ફાઈનલ મેચ શરૂ થતાં પહેલા આ માણસ ખરેખર ઉડીને મેદાનમાં રેફરી પાસે પહોંચ્યો અને તેને બોલ આપ્યો. અને આ ઉડતાં માણસે બોલ આપ્યો પછી જ શરૂ થઈ મેચ…

આ ફાઈનલ મેચ બેન્ફિકા અને વિટોરિયા ડિ ગિમારાઈસ વચ્ચે રમાઈ રહી હતી. મેદાનમાં ઉડતાં વ્યક્તિને જોઈને દર્શકો રોમાચિંત થઈ ગયા હતા.. એક સમાચારપત્ર પ્રમાણે આ ઉડતો માણસ સ્પાઈડરના આકારના ડ્રોન પર સવાર થઈને 70 મીટર સુધી ઉડાણ ભરી હતી… અને પછી ત્યારબાદ ડ્રોન પરથી ઉતરીને રેફરી પાસે પહોંચ્યો હતો..  આ વિડીયો સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ અને યુટ્યૂબ પર જબરદસ્ત વાયરલ થયો હતો અને માત્ર એક દિવસમાં 3 લાખથી પણ વધારે વાર આ વીડીયો લોકો જોઈ ચૂક્યા હતા..

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com