Share
ઈન્ટરનેટ શટડાઉનમાં ભારત દુનિયામાં સૌથી આગળ.વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

ઈન્ટરનેટ શટડાઉનમાં ભારત દુનિયામાં સૌથી આગળ.વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

ભારતમાં ઈન્ટરનેટ બેનથી પરિસ્થિતિ તો કાબુમાં લઈ શકાય છે,

 

ઉત્તર પ્રેદેશના સહારનપુરમાં થયેલી હિંસામાં ત્રણ લોકોના મૃત્યુ થયા પછી સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈન્ટરનેટ બેન કરવા પાછળ તેવી દલીલ રજૂ કરવામાં આવી છે કે, તેઓ ઉશ્કેરણીવાળી સામગ્રી ફેલાવવા પર રોક લગાવીને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માગતા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ૨૬ એપ્રિલથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. તે ઉપરાતં રાજસ્થાનમાં ગયા સપ્તાહમાં બે પક્ષો વચ્ચેની તણાવની પરિસ્થિતિ પછી રાજસ્થાનના બાંસવાડામાં પણ ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આમ, આંકડાકીય જોવા જઈએ તો છેલ્લાં ૫ વર્ષમાં દેશમાં ૭૫ વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં સૌથી વધારે વખત જમ્મુ-કાશ્મીરમાં ૩૨ વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતમાં ઈન્ટરનેટ બેનથી પરિસ્થિતિ તો કાબુમાં લઈ શકાય છે, પરંતુ તેના કારણે ઈકોનોમીને રૃ. ૬૨૦૦ કરોડનું નુકસાન થયું છે. જ્યારે સમગ્ર દુનિયામાં થઈને રૃ. ૧૬,૦૦૦ કરોડ કરતા વઘારે નુકસાન થયુ છે. પોલીસના મત પ્રમાણે ઈન્ટરનેટ બેનના કારણે કાશ્મીરી યુવકોને ઉશ્કેરતા ગ્રૂપ બંધ થઈ ગયા છે અને પથ્થરમારામાં પણ ઘટાડો થયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ખાણ વિસ્તારમાં અંદાજે ૩૦૦ વોટ્સએપ ગ્રૂપ હતા જેના દ્વારા પથ્થરબાજો સુધી માહિતી પહોંચતી હતી. દરેક ગ્રૂપમાં લગભગ ૨૫૦ સભ્યો છે. કાશ્મીરમાં ૩ સપ્તાહથી ચાલી રહેલા ઈન્ટરનેટ બેનના કારણે આ પ્રકારના ૯૦ ટકા ગ્રૂપ બંધ થઈ ગયા છે. પોલીસે આ પ્રમાણેના ગ્રૂપની ઓળખ કરીને એડ્મિન કાઉન્સિલિંગ પણ કર્યું છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધ પછી કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. ૨૦૧૬માં ઈન્ટરનેટ બેનના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ રહ્યું હતું. આ દરમિયાન ૨૩ વખત ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્ટરનેટ ખર્ચ અને ઈન્વેસ્ટમેન્ટમાં બોસ્ટન કન્સલ્ટિંગના ગ્રૂપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઈન્ટરનેટ સર્વિસનું જીડીપીમાં ૫.૬ ટકા યોગદાન છે. આ મામલે બ્રિટન, દક્ષિણ કોરિયા અને ચીન ચોથા નંબરે છે. વિકાસશીલ દેશોના જીડીપીમાં ઈન્ટરનેટનું યોગદાન ૪.૯ ટકા છે. ઈન્ટરનેટ સેવાઓનું મેક્સિકોના જીડીપીમાં ૪.૨ ટકા અને જર્મનીમાં ૪ ટકા યોગદાન છે. ઓસ્ટ્રેલિયામાં આ ૩.૭ ટકા, કેનેડામાં ૩.૬ ટકા, ઈટાલીમાં ૩.૫ ટકા,ફ્રાન્સમાં ૩.૪ ટકા, રશિયામાં ૨.૮ ટકા અને બ્રાઝીલમાં ૨.૩ ટકા છે. સમગ્ર દુનિયામાં ઈન્ટરનેટ બેનના કારણે એક વર્ષમાં ૧૬ હજાર કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન ભારતને થયું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઈન્ટરનેટ બેન અને નુકસાન મામલે ટોપ ૫માં ચાર દેશ એવા છે જે આતંરિક અશાંતિ અને હિંસા સાથે જોડાયેલા છે.