Share
મર્સિડીઝની દરેક કારમાં 7 લાખ સુધીનો ઘટાડો.

મર્સિડીઝની દરેક કારમાં 7 લાખ સુધીનો ઘટાડો.

મર્સિડીઝની દરેક કારમાં 7 લાખ સુધીનો ઘટાડો.

નવી દિલ્હી: જર્મન લક્ઝરી કાર મેકર મર્સિડીઝે ભારતમાં પોતાની દરેક કારની કિંમતમાં સાત લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 26મી મેથી જૂનનાં અંત સુધી લાગુ રહેશે. મર્સિડીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રોલાન્ડ ફોલ્જરનાં જણાવ્યા પ્રમાણે આ ઘટાડો GSTની અસરને લીધે કરવામાં આવ્યો છે, જેથી કસ્ટમર્સ તેનો લાભ લઇ શકે. આ ઘટાડો દરેક રાજ્યમાં અલગ-અલગ દરે રહેશે.

મર્સિડીઝનાં આ નિર્ણય હેઠળ CLA Sedan, SUVs GLA, GLC, GLE  અને લક્ઝરી સેડાન E-ક્લાસ, C-ક્લાસ અને S-ક્લાસમાં લાગુ પડશે. જો GST લાગુ નહીં પડે, તો કંપની જૂની પ્રાઇઝને ફરી લાગુ કરશે.