Share
મુંબઈ ઇન્ડિયન્સે રોમાંચિત ફાઇનલ માં પુણે ને 1 રન થી હરાવ્યું

મુંબઈ ઇન્ડિયન્સે રોમાંચિત ફાઇનલ માં પુણે ને 1 રન થી હરાવ્યું

ઇન્ડિયન પ્રિમિયર લીગ 10મી સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યું છે. અત્યંત રોમાંચક ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને 1 રનથી હરાવી હતી. અંતિમ ઓવરમાં પૂણેને જીતવા માટે 11 રનની જરૂર હતી પરંતુ તે ફક્ત 9 રન બનાવી શકી હતી. મુંબઇએ આપેલા 130 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી પૂણેની શરૂઆત સારી રહી હતી પરંતુ તે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર ફક્ત 128 રન જ બનાવી શકી હતી. આ વિજય સાથે મુંબઇ ઇન્ડિયન્સ IPL ના ઇતિહાસ માં સૌથી વધુ એટલેકે ત્રણ વખત આઇપીએલમાં ચેમ્પિયન બન્યું હતું.

મુંબઇ તરફથી સૌથી વધુ 47 રન બનાવનાર કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પૂણે તરફથી કેપ્ટન સ્મિથે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. પૂણેની શરૂઆત સારી રહી નહોતી અને ફક્ત 17 રનમાં રાહુલ ત્રિપાઠીની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં રહાણે અને સ્મિથ વચ્ચે બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાઇ હતી. એક સમયે એવું લાગતું હતું કે પૂણે સરળતાથી આ મેચ જીતી  લેશે પરંતુ સ્મિથ અને તિવારી એક જ ઓવરમાં આઉટ થઇ જતાં બાજી પલટાઇ ગઇ હતી.