સામી ચૂંટણી છતાં પારડી મામલતદાર અને પ્રાંત અધિકારીની ખુરશી ખાલી

સરકાર પારડી તાલુકાના અરજદારોને રોજની પડતી સમસ્યામાંથી ક્યારે બંને જગ્યા કાયમી અધિકારી ફાળવશે
પારડી મામલતદાર યાસ્મીન શેખની બદલી બાદ વાપીના મામલતદારને ઇન્ચાર્જ તરીકે નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અને પારડી ના પ્રાંત અધિકારી વી.પી. મછારની બદલી બાદ વાપી, પારડી, અને ઉમરગામ ત્રણેય તાલુકાના પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડતા હાલ ઇન્ચાર્જ વલસાડ થી પ્રાંત અધિકારીને ચાર્જ સોંપવાથી વાઇબ્રન્ટ તાલુકાનું ગાડુ જેમ તેમ કરીને ગબડાવતા હોય છે. પરંતુ નિયમિત પારડીમાં હાજરી મામલતદાર અને પ્રાંત અધિકારી ન હોવાથી અરજદારોને રોજની સમસ્યા પડતી હોય છે. હાલ લાંબેથી આવતા ગરીબ આદિવાસીઓ પરેશાની નો સામનો કરી રહ્યા છે. તેમજ પારડી તાલુકાના મામલતદાર કચેરી ખાતે રોજની પડતી સમસ્યા અંગે અરજદારોએ પોતપોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ૩ તાલુકા વાપી, પારડી અને ઉમરગામમાં ખાલી પડેલ પ્રાંત અધિકારીની જગ્યા સરકાર તાત્કાલિક કોઈક અધિકરીઓને ફાળવે તે જરૂરી બની રહ્યું છે. જે સમસ્યા બાબતે વલસાડ ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ આ ત્રણેય નેતાઓ પોતાના એડી ચોટીનો જોર લગાવી પારડીના મામલતદાર અને પ્રાંત અધિકરીની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ફાળવે એવી પારડી તાલુકા ના લોકો ની બૂમ ઉઠી રહી છે. આ ઉપરાંત વાપી મામલતદાર કચેરીમાં આવેલ વિવિધ કચેરીમાં જવા માટે વારંવાર લિફટ બંધ પડવાથી વરિષ્ઠ નાગરિકોને ખુબ જ હાર્ડમારી ભોગવવી પડતી હોય છે ત્યારે વાપી મામલતદાર કચેરીની લિફ્ટ કાયમી ચાલે જે બાબતની બૂમ ઉઠી રહી છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com