પારડી પંથકમાં રામ નવમીની ઉજવણી કરાઇ

પારડી નગરમાં તમામ બેંકોમાં રજા રહી
                     મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના જન્મદિનની પારડી પંથકમાં આજ રોજ બુધવારના ઠેર ઠેર જન્મજયંતીની ઉજવણી ઠેર ઠેર ભક્તો દ્વારા કરવામાં આવી હતી. સવારથીજ પારડી સ્વાધ્યાય મંડળ ના મંદિરમાં ઋષિમુનિ વિદ્યાર્થીઓ દ્વારા ધાર્મિક સ્લોક પૂજન મંત્રોચ્ચાર, વિધિ, સાથે આરતી કરવામાં આવી હતી. અને ત્યારબાદ મહાપ્રસાદનો લાભ ભક્તો એ લીધો હતો. પારડી પંથકમાં ગત રોજ પણ રામનવમી ની ઉજવણી ઉદવાડા, ઓરવાડ, સારણ રોડ, ઉમરસાડી, પારડી નગરમાં સાઈબાબાની પાલખી યાત્રા નીકળી હતી. અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે રામનવમી બે દિવસ ઉજવવામાં આવી હતી. પારડી સ્વાધ્યાય મંડળ ખાતે ડો. પી.વી. ઠોસાર. કાંતિભાઈ પટેલ, વગેરે સ્વાધ્યાય મંડળ પરિવાર ઉત્સાહભેર રામનવમી ની ઉજવણી કરી હતી. પારડી દમણીઝાંપા વૈષ્ણવ હવેલી માં વિષ્ણુના દસે અવતારના જન્મદિને તિલક અને પ્રંચામૃત નો દર્શન ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો અને અહીં પણ રામનવમી ના રોજ મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના ભક્તોએ કીર્તન કર્યા હતા. તેમજ પારડી નગરની બેંકો આજે રામનવમીના તહેવાર નિમિતે રજા રહી હતી.
Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com