દ્વિચક્રી વાહનોની GJ-15-BP સીરીઝમાં પસંદગીનો નંબર મેળવવા અરજીઓ મંગાવાઇ….

દ્વિચક્રી વાહનોની GJ-15-BP સીરીઝમાં પસંદગીનો નંબર મેળવવા અરજીઓ મંગાવાઇ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરી, વલસાડ ખાતે દ્વિચક્રી વાહનોની નવી GJ-15-BP  સીરીઝમાં રજીસ્‍ટ્રેશન માર્ક શરૂ કરવામાં આવનાર છે. જેઓ પોતાના વાહનોમાં પસંદગીના રજિસ્‍ટ્રેશન નંબર મેળવવા ઇચ્‍છતા હોય તેમણે પસંદગીના નંબરોની ફાળવણી અંગે નવી પદ્ધતિની સૂચનાઓ અનુસાર ફી વગેરે ભરપાઇ કરી ફોર્મ નં.૨૦માં રજીસ્‍ટ્રેશન કરાવીને તમામ દસ્‍તાવેજો સાથે વાહન ખરીદ કર્યાના દિન-૭માં ફોર્મ CNA માં અરજી કરવાની રહેશે. જેમાં પસંદગીનો નંબર તથા ઓકસનમાં ભાગ લેવા ઇચ્‍છે છે કે કેમ? વગેરે વિગતો દર્શાવવાની રહેશે. વાહનોના નંબર હરાજીથી મેળવવા વાહન માલિકે એક સાદી અરજી જેમાં પસંદગીનો નંબર દર્શાવવાનો રહેશે. CNA ફોર્મ તેમજ ફી ભર્યાની રસીદોની સેલ્‍ફ એટેસ્‍ટેડ નકલ, પસંદગીના નંબર માટે અરજદાર જે ઓફર કરવા માંગતા હોય તે ઓફરની રકમનો આર.ટી.ઓ. વલસાડના નામનો ડી.ડી. જોડવાનો રહેશે. સીલબંધ કવર ઉપર પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી વલસાડ તથા ઓક્‍શનનો ક્રમાંક દર્શાવવાનો રહેશે.

આ અરજીઓ તા.૧૦/૦૪/૨૦૧૭ સુધી કચેરીમાં જાહેર રજા સિવાયના દિવસો સિવાય સાંજે ૫- ૩૦ વાગ્‍યા સુધી ડ્રોપબોક્ષમાં સ્‍વીકારવામાં આવશે. તા.૧૧/૦૪/૨૦૧૭ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે દ્વિચક્રી વાહનોના નંબરોની હરાજી કરવામાં આવશે. બાકી રહેલા પસંદગીના નંબરો માટે તા.૧૨/૪/૨૦૧૭ના રોજ ફરીથી હરાજી કરવામાં આવશે. જે અરજદારની વધુ રકમની ઓફર હશે તે અરજદારને રજિસ્‍ટ્રેશન નંબર ફાળવવામાં આવશે. જે વ્‍યક્‍તિએ વાહન ખરીદ કર્યાના ૩૦ દિવસ અથવા તા.૧૨/૦૪/૨૦૧૭ના રોજ સી.આર.ટી.ઇ.એમ. ચાલુ હશે તેમની જ અરજીઓ માન્‍ય રાખવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com