હાર્દિક નો વનવાશ પૂર્ણ ફરી આંદોલન ના એંધાણ.

ગાંધીનગર તા.16 : પાસના કન્વીનર અને પાટીદાર સમાજ ના હીરો હાર્દિક પટેલ પોતાનો વનવાશ પૂરો કરી ને પોતાના વતન પરત ફરવાના છે ત્યારે સમગ્ર ગુજરાત માં તેમને આંદોલન માટે નો હુંકાર કર્યો છે તેની સાથે રાજ્ય ની પોલીસ ના પેટ માં પણ તેલ રેડાયું છે.ઉલ્લેખનીય છે કે પોતાના આંદોલન થી સમગ્ર રાજ્ય ની સરકાર ના પાયો હલવાની સ્થિતિ હાર્દિકે સર્જી હતી.હાર્દિક ના આગમન પેહલા લખો પાટીદાર આ તેના સ્વાગત માં જોડવાના છે ત્યારે કોઈ પણ પ્રકારો અનિચ્છનીય ઘટના ના બને તેના માટે રાજ્ય ની પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.ખોડલધામ ખાતે આવતી કાલથી શરૂ થઇ રહેલા મહોત્સવ અંગે સવાલ કરાતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ખોડલ ધામ એ સમાજનું શક્તિ અને ભક્તિનું સ્થાન છે. અહીં ભક્તિ દ્વારા શક્તિ થવાની છે. માતાના આશીર્વાદ લેવા માટે જરૂરથી જઇશું.

પેહલી સભા હિંમતનગર માં યોજાશે.

:- હાર્દિક પટેલ મંગળવારે ગુજરાત આવનાર છે જેને આવકારવા પાટીદારો રાજસ્થાન બોર્ડરે જવાના છે અને ત્યાર બાદ હિંમતનગર ખાતે હાર્દિકની એક જાહેર સભાનું આયોજન કરાયું છે. જોકે પોલીસ દ્વારા આ સભાને હજુ મંજૂરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે

Share