હાર્દિક ના સ્વાગત માં ઉદયપુર હાઇવે બ્લોક.

હિંમતનગર તા.17 : નવ મહિના જેલવાસ અને છ મહિના સુધી ગુજરાત ની બહાર રહ્યા બાદ હાર્દિક પટેલ આજે ગુજરાત પરત ફર્યો છે,હાર્દિક ના સ્વાગત માં હજારો પાટીદાર ઉમટ્યા હતા,અને હાર્દિક નું ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.હાર્દિકે તેની એન્ટ્રી સાથે ઠંડા પડી ગયેલા પાટીદાર આંદોલન માં નવો જીવ નાખી દીધો હતો.પાટીદાર આંદોલન ના હુંકાર આપવાના સાથે પાટીદાર સમાજ ના લોકો લાખો ની સંખ્યા માં હાર્દિક ને આવકારી લીધો હતો.


લાખો પાટીદારની ઉપસ્થિત હોવાના કારણે ઉદયપુર-હિંમતનગર હાઇવે બંને બાજુ થી બ્લોક થઇ ગયો હતો.હાર્દિક નું દલિત આગેવાન જીગ્નેશ મેવાણી એ પણ શામળાજી માં ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.હાર્દિક ના સ્વાગત દરમિયાન મોદી ના વિરુદ્ધ માં પણ સૂત્રો પણ સાંભળવામાં આવ્યા હતા.જયારે બીજી તરફ વ્યવસ્થા ને ધ્યાન માં રાખીને રાજસ્થાન અને ગુજરાત એમ બંને પોલીસે એ તકેદારી ના પગલાં લીધા હતા.હાર્દિક રતનપૂર થી હુંકાર રેલી સંબોધવાના છે.


હાર્દિક સભા માં શું બોલે છે તેને લઇ ને સહુ કોઈ ની નજર છે તેની સાથે જ ઉત્તેજના નો માહોલ છે. PAAS ના કમિટી મેમ્બર દિનેશ બામણીય એ જણાવ્યું હતું કે,હિમ્મતનગર ખાતે યોજાનારી હુંકાર સભા માં ઉપસ્થિત એક લાખ સુધી પાટીદાર માટે 8 હાજર થી વધુ પાટીદાર ના કાર્યકરતા ખડે પગે રહેશે.પાર્કિંગ ની વ્યવસ્થા,ફૂડ પેકેટ ના સ્ટોલ,પાણી ના સ્ટોલ અને મેડિકલ ની વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસ દ્વારા સભા ને મંજૂરી આપવામાં આવી છે.યોજાનારી હુંકાર સભા માં પાસ ના 24 જેટલા અગ્રણી નેતાઓ હાજરી આપવાના છે.

Share