સુ.નગર ના ધાંગધ્રા ગુરુકુળ ના વીદ્યાર્થી મર્ડર કેસ નો ઉકેલાયો ભેદ:મોબાઈલ પોર્ન જોઈ સાથી વીદ્યાર્થીએ સેક્સ માણ્યા બાદ કરી હતી હત્યા..

સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા ખાતે ના ગુરુકુળ માં અભ્યાસ કરતા મૂળ ભાવનગર ના વતની ધ્રાંગધ્રામાં આવેલા જાણિતા ભગવતધામ ગુરૂકૂળમાં ધો.10માં અભ્યાસ કરતા અને અક્ષયરાજસિંહ ગોહિલની લાશ ધાબા પરથી મળી આવી હતી. આ હત્યા કેસ નો ખુલાસો થયો હતો અને અહીં ભણતા ઘો.12 ના વીદ્યાર્થી એ કોઈ નો મોબાઇલ ચોરી લાવી ધાબા પર મૃતક વીદ્યાર્થી ને પોર્ન ફિલ્મ બતાવી તેની સાથે જબરજસ્ત સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા આ વીદ્યાર્થી એ આ વાત બધા ને કરી દેવાની વાત કરતા દારી ગયેલા બળાત્કારી વીદ્યાર્થી એ માસુમ ની હત્યા કરી નાખી હતી ,પ્રથમ દ્રષ્ટીએ જોતા વિદ્યાર્થીનું કોઇએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું જણાતું હતું.બનાવની જાણ થતા દોડી આવેલા અક્ષયરાજના ભાઇ શક્તિસિંહે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો.જોકે,શકમંદ તરીકે આ જ સંસ્થામાં ધો.12મા અભ્યાસ કરતા અને લીંબડી તાલુકાના ગેડી ગામમાં રહેતા વિદ્યાર્થીનું નામ આપ્યું હતુ.જેમાં બન્નેને બીજા વિદ્યાર્થીઓએ ધાબા પર જોયાની વાતથી પોલીસની શંકા દ્રઢ બની હતી.આથી પોલીસે રાત્રે શકમંદ વિદ્યાર્થીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરતા તેણે ઘટસ્ફોટ કર્યો હતો. મૃતક વીદ્યાર્થી ભણવામાં ખુબજ હોશિયાર હતો તેના પિતા રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. તે ઇચ્છતા હતા કે તેમનો પુત્ર મોટો થઇ ભણીગણી મોટો સાહેબ બને પરંતુ આ બનાવ બનતા તેઓ ભાંગી પડ્યા હતા અને પોતાના પુત્ર ની લાશ ને વળગીને રડી પડ્યા હતા.

Share