વિસનગર માં ચાલુ સ્કૂલે જ ધો:2 ની વીદ્યાર્થિની પર બળાત્કાર

રાજ્ય માં સ્કૂલ સંકુલ માં બળાત્કાર ની ઘટનાઓ સામે આવી રહી છે,અને નાના ભૂલકાઓ તેનો ભોગ બની રહ્યા છે ત્યારે વિસનગર તાલુકના કંસારાકુઈ ગામની પ્રાથમિક શાળામાં ચાલુ સ્કૂલ દરમિયાન જ ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ બે ની વીદ્યાર્થિની ને ચોકલેટની લાચલ આપી શાળામાં પાણીની ટાંકી પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો, આ બનાવ અંગે બાળકી ના પિતાએ શાળામાં જાણ કર્યા બાદ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી બળાત્કાર કરનાર કિશોર અને ભોગ બનનાર કિશોરીનું મેડિકલ ચેક કરાવી તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર બાળકીએ બનાવના દિવસે મોડી રાત્રે પોતાના માતા-પિતાને બધી હકીકત જણાવી હતી. બાળકીના માતા-પિતા શાળામાં દોડી ગયા હતા અને બનાવ અંગે આચાર્યને જાણ કરી હતી. વધુમાં બાળકીએ બળાત્કાર કરનાર કિશોરને પણ ઓળખી બતાવ્યો હતો. આચાર્યએ કિશોર સામે કોઈ પગલાં ન લેતા વિસનગર તાલુકા પોલીસ મથખે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ ને પગલે સ્થાનિક વિસ્તાર માં ભારે ચકચાર ફેલાઈ જાવા પામી છે. અને શાળા મેનેજમેન્ટ સામે સવાલો ઉઠવા પામ્યા છે.

Share