રાહુલ ગાંધી ની સભા પૂર્વે અહેમદ પટેલ મેહસાણા ની મુલાકાતે

મેહસાણા તા 19 : હાલ કોંગ્રેસ અને ભાજપ તે બન્ને પાર્ટીના દિગ્ગજો ગુજરાતમાં છે, ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ પણ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીનું મનોમંથન કરવા ગુજરાતમાં છે તો બુધવારે મહેસાણા ખાતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાને અનુલક્ષીને કોંગ્રેસના આગેવાન અહમદ પટેલ પણ ગુજરાતમાં છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ધીમે ધીમે માહોલ ઉભી થઇ રહ્યો છે અને દિગ્ગજ નેતાઓનું આગમન થઇ રહ્યું છે.જયારે અહમદ પટેલ એ નોટબંદી ને લઇ ને ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ‘અમેરિકા જેવા દેશ માં 100%  કેશ લેસ નથી અને ભારતમાં ATM અને બેન્કો પણ પૂરતા પ્રમાણ નથ’ગુજરાતના નાયમ મુખ્યમંત્રી નિતિન પટેલના મતવિસ્તાર મહેસાણામાં રાહુલ ગાંધીની સભાના આયોજન દ્વારા કોંગ્રેસે પાટીદાર વોટબેંક સહીત ઉત્તર ગુજરાતમાં પક્ષના કાર્યકરોમાં પણ ઉત્સાહ ઉભો કરવાનું નિશાન રાખ્યું છે તો મહેસાણા જિલ્લામાં આવતી મહેસાણા, વિજાપુર, કડી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, બહુચરાજી સહિતની વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ સંપૂર્ણ વિજયની આશા રાખી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં પાટીદાર ઉપરાંત ઠાકોર વોટબેંક પણ ઘણું મહત્વ ધરાવે છે અને વર્તમાન સંજોગો અનુસાર તે પણ કોંગ્રેસની તરફેણમાં જ છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે સૌથી વધુ બેઠકો અપાવનારો જિલ્લો મહેસાણા બની શકે છે ત્યારે રાહુલ ગાંધીની આ સભા ઘણું મહત્વ ધરાવે છે અને કોંગ્રેસ માટે અસરકારક સાબિત થઇ શકે છે.

Share