ભુજમાં આવેલી સિવિલ હોસ્પીટલનો દરજ્જો ધરાવતી અદાણી સંચાલિત જનરલહોસ્પીટલમાં પણ સ્વાઇપ મશીન નથી.

કચ્છની હોસ્પીટલો અને મેડિકલ સ્ટોર્સમાં સ્વાઇપ મશિનના નામે શૂન્ય!

નોટબંધી બાદ બેંકો અને એટીએમ પર ભારણ ઓછું થાય તે માટે સરકારે લોકોને કેશલેસ ઇકોનોમી અપનાવવા અપીલ કરી છે અને તેનો પ્રચાર પણ કર્યો છે પણ જ્યાં ખરેખર જરૂરી છે તેવી કચ્છભરની હોસ્પીટલો અને દવાની દુકાનોમાં સ્વાઇપ મશિનો મુકાયા નથી જેના લીધે પરોક્ષ રીતે દર્દીઓના દર્દમાં વધારો થઇ રહ્યો છે. તેમાંય જ્યારે બેંકો અને એટીએમ બંધ હોય ત્યારેદર્દીઓના પરિજનોની હાલત કફોડી થઇ જાય છે. આ વાતની હદ તો ત્યાં થાય છે કે જિલ્લા મથક ભુજમાં આવેલી કચ્છની એકમાત્ર સિવિલ હોસ્પિટલનો દરજ્જો ધરાવતી અદાણી સંચાલિત જનરલહોસ્પિટલમાં પણ સ્વાઇપ મશીની વિધા નથી. જાહોસ્પીટલો અને દવાની દુકાનોમાં કેશલેસ ઇકોનોમી અમલમાં આવે તો કમસેકમ દર્દીઓના સગાને રૂપીયા માટે ભટકવું પડે. ભુજ ઉપરાંત ગાંધીધામ, અંજાર,ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા
સહિતના તાલુકા મથકોએ ખાનગીહોસ્પિટલો માં પણ આવીજ હાલત છે. મેડિકલ સ્ટોર્સ પર જાઓ તો મોટા ભાગે સ્વાઇપ મશિન જાવા નથી મળતા.ભુજમાં૧૫ હોસ્પીટલો અને જથ્થાબંધ સહીત ૨૦૦ મેડીકલ સ્ટોરમાં સરકારના પ્રચાર છતાં સ્વાઇપ મશીન નથી રાખવામાં આવ્યા જેના કારણે હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીના પરિવારોને બેંકોમાં લાઇનો અને અને એટીએમ બંધ હોવાના કારણે ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે.ખાનગી કંપનીઓની સિસ્ટમનો પ્રચાર કરાય છે પણ સરકારની આધારકાર્ડથી થતા પેમેન્ટની સિસ્ટમનો પ્રચાર શા માટે નથી થતો.ડેબીટ કાર્ડ તો ઓછાલોકો પાસે હશે પણ આધારકાર્ડ તો તમામ લોકો પાસે છે ત્યારે સરકારે બનાવેલી સિસ્ટમ ધંધાર્થીઓને આપવામાં આવે તો ખરેખર તમામ લોકો માટે સરળતા થઇ જાય તેવો મત પ્રબુધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ભુજમાં૧૩૦ કરોડના ખર્ચે બનેલી જનરલ હોસ્પીટલ જેનું સંચાલન અદાણી જૂથ દ્વારા છેલ્લા બે વર્ષથી થઇ રÌšં છે પણ આટલા મોટા ગ્રુપે સ્વાઇપ મશિન મુકવાની તસદી અત્યાર સુધી લીધી નથી. આ બાબતે મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો.જ્ઞાનેશ્વર રાવે મશિન હોવાનો પોકળ દાવો કર્યો હતો કેમકેહોસ્પિટલ પરિસરમાં મશિન
ક્્યાંય જાવા મળતું નથી. સરકારી હોસ્પીટલ લો માં જા સરકારની જાહેરાતનો અમલ થતો ન હોય તો ખાનગી હોસ્પીટલની વાત ક્્યાં કરવી. કચ્છ કેમીસ્ટ કાઉન્સીલના સેક્રેટરી કીરીટ પલણે જણાવ્યું હતુ઼ં કે, સ્વાઇપ મશીન માટે અમારી બે-ત્રણ બેંકો સાથે વાતચીત ચાલુ છે પણ એકંદરે અમને અને ગ્રાહકોને મોંઘું પડે કારણકે તેનું ભાડું મહિને ૪૦૦ રૂપીયા છે અને બેંકો તરફથી ટ્રાન્જેક્શનની લીમીટ પણ આપવામાં આવે છે લીમીટથી ઓછુ઼ં ટ્રાન્જેક્શન હોય તો ભાડું ઉપરાંત રૂ.૫૫૦બીજા ચૂકવવા પડે અને ગ્રાહકને પણ સર્વિસ ટેક્ષ લાગે,સરકાર શા માટે આધાર કાર્ડ પેમેન્ટ સીસ્ટમ માટેની વ્યવસ્થા નથી કરતી તેમ કહેતાં કચ્છના મેડિકલ સ્ટોર્સ સંચાલકો સરકારની સિસ્ટમ અપનાવવા તૈયાર છે તેમ જણાવ્યું હતું.

Share