ભાવનગર ના નેસડા ગામે કોંગોફીવર રોગ થી હાહાકાર: એક નું મોત, તંત્ર માં દોડધામ

ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકાના નેસડા ગામે ભોપાભાઇ કરશનભાઈ રાઠોડ નામના માલધારી યુવક નું કોંગોફીવર ના લક્ષણો બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્તા ભારે સનસનાટી મચી ગઇ છે. ભાવનગર ની સર.ટી.હોસ્પિટલ દ્વારા તેમના લોહીનાં રીપોર્ટ ને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા .જે રીપોર્ટ આજે પોઝીટીવ આવતા તંત્ર માં ભારે દોડધામ જોવા મળી હતી અને નવજેટલી ટીમો નેસડા ખાતે મોકલી આપવામાં આવી હતી અને તપાસ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. અત્યંત ઘાતકી રોગ  પૈકી ના કોંગોફીવરે નેસડા માં દેખા દીધા ના રીપોર્ટ માં આજે ભોપાભાઇ કરશનભાઈ રાઠોડ નો રીપોર્ટ લેબોરેટરી માંથી પોઝીટીવ આવતા આરોગ્યતંત્ર માં ચિંતા પ્રસરી ગઈ હતી.આ રોગ ના લક્ષણો ના કારણો શોધવા તેમજ ગામ માં અન્ય કોઈ ને આની અસર નથી તેમજ કોઈ પશુ ને આ રોગ નથી લાગુ પડ્યો તે બાબતે આજે ભાવનગર મેડીકલ કોલેજ ની ટીમ,જીલ્લા આરોગ્ય ની ટીમ,પશુપાલન વિભાગ ની ટીમ,સ્થાનિક આરોગ્ય ની ટીમ સહીત ની ૯ ટીમો નેસડા પહોચી હતી અને કોંગોફીવર બાબતે ચકાસણી અને તેના ઉપાય અંગે દવા નું વિતરણ તેમજ જંતુનાશક દવા ના છંટકાવ અંગે ની કામગીરી પુર ઝડપે આરંભી હતી.
નવ ટિમો ઘરે ઘરે જઇને સર્વે કર્યુ હોવાનું જાણવા મળ્યુંછે ડસ્ટિગ” જંતુનાશક પાવડર” પશુની તપાસ” સહીત તમામની ટિટમેન્ટ શરુ છે આજે વધુ ભાવનગર મેડિકલ કોલેજ” મેડિસિન વિભાગ” બાળરોગ વિભાગ” માઇટ્રો બાઈલોજિક સહીતની ટીમો આવી છે અને ઘરે ઘરે જઈને સર્વે કરવાંની કામગીરી શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share