બ્રિજ ના લોકાર્પણ સમયે પીએમ નું માત્ર 7 મિનિટ નું સંબોધન.

ભરૂચ તા.7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે જેમાં આજે તેમણે સુરતમાં માત્ર 7 મિનિટનું સાવ ટુંકુ સંબોધન કર્યુ હતુ.તેમણે સંબોધનમાં જણાવ્યુ હતુ કે આખા ભારતમાં 4000 જેટલી પીજીની સીટ વધી છે જેને કારણે તબીબોની સંખ્યા વધશે.શહેર અને ગામડાઓમાં જ્યાં તબીબોની અછત છે તે અછત પૂરી થશે.સુરત સહિત દેશમાં અનેક જગ્યાએ ઓપન ડેફિકેસની ફ્રી સીટી બનાવ્યુ થે તે માટે ગુજરાત સરકારે ઘણી સારી કામગિરી કરી છે.સુરત માટે વડાપ્રધાને કહ્યુ હતુ કે, સુરત શહેરે પોતાના દમ અને મહેનત ઉપર દુનિયામાં ઉંચુ સ્થાન મેળવ્યુ છે.કરોડોના ખર્ચે લાખોની જનમેદની વડાપ્રધાનનું ભાષણ સાંભળવા એકઠી થઈ હતી ત્યારે વડાપ્રધાને માત્ર મિનિટમાં સંબોધન આટોપી લીધુ હતુ.

Share