નવસારી ખાતે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

નવસારી તા. ૨૫ જાન્‍યુઆરી -૨૦૧૭ : નવસારી ખાતે આજે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ઊલ્લાશ ભેર ઉજવણી કરાઇ હતી.તેમજ શ્રેષ્‍ઠ મતદાર નોંધણી અધિકારી ની સાથે બુથ લેવલ ઓફિસરનું સન્‍માન કરાયું હતું. ભારતીય ચુંટણીપંચની નવસારી ખાતે તા.૨૫/૧/૨૦૧૭ ના રોજ શેઠ આર.જે.જે. હાઇસ્‍કુલ જુનાથાણા ખાતે કલેકટર રવિ કુમાર અરોરાની ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારી, મદદનીશ નોંધણી અધિકારી, સેકટર ઓફિસર, શ્રેષ્‍ઠ બુથ લેવલ ઓફિસરનું કલેકટરના હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું હતું.તેમજ યુવા મતદારોને ઓળખપત્રો અપાયા હતા.કલેકટરના હસ્‍તે કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાયેલી મતદારલક્ષી પોસ્‍ટર સ્‍પર્ધાના


વિજેતાઓને રોકડ પુરસ્‍કાર અને યુવા મતદારોને ઓળખપત્રો અપાયા હતા. કલેકટરે વૃધ્‍ધ મતદાતા ગીરાબેનવશી, રાજેન્‍દ્રભાઇ પટેલ, હંસાબેન પારેખનું પણ સન્‍માન કર્યું હતું.
તેમજ જિલ્લાના મતદાર જાગૃતિના આઇકોન વિસ્‍પી કાસદ, બોમી જાગીરદાર અને કલાગુરુ દક્ષાબેન મિષાીનું પ્રમાણપત્ર આપી સન્‍માન કર્યું હતું.આ અવસરે કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્‍યું હતું કે, તા.૧-૧- ૨૦૧૭ ના રોજ જેમણે ૧૮ વર્ષ પુર્ણ કર્યા છે. તેઓ આજે મતદાતા બની ગયા છે.

જેમના ૧૮ વર્ષ પુરા થઇ ગયા હોય, પરંતુ મતદાન ઓળખકાર્ડ ન મળ્‍યું હોય તેઓને ઓળખકાર્ડ આપવાની કાર્યવાહી હાથ ધરાશે. યુવા મતદારોને રાષ્‍ટ્રના સુદઢ નિર્માણમાં તક મળી છે. તેઓએ ઝડપી લેવી જોઇએ.ગ્રામ્‍ય મતદારોમાં જાગૃતિ આવી છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૮૩ ટકા જેટલું મતદાન થયું છે.નવસારી પ્રાંત અધિકારી બી.ડી.ડાવેરાએ રાષ્‍ટ્રીય મતદાતા દિવસની વિસ્‍તૃત જાણકારી આપી હતી.પ્રારંભમાં નવસારી શહેર મામલતદાર એન.વી.ચૌહાણે સૌને આવકાર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભરતાંજલિ ગૃપ દ્વારા રાષ્‍ટ્રભકિત ગીત, દેશભકિત નૃત્‍ય રજુ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ર્પ્રા.જશુભાઇ નાયકે કર્યું હતું.૨૮ જાન્‍યુઆરીએ કૃષિ યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સમારોહ યોજાશે.

Share