દેશ ના સહુથી લાંબા બ્રિજ નું પીએમ દ્વારા આજે લોકાર્પણ.

અમદાવાદ તા.7 : રાષ્ટ્રીય રાજનીતિમાં સૌથી મહત્વના રાજ્ય ઉત્તરપ્રદેશના બે મહિના વ્યસ્ત ચૂંટણી પ્રચારનો થાક ઉતરે એ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસમાં વડાપ્રધાન મોદી બુધવારે જગવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્યમાં ઉત્તરપ્રદેશની ચૂંટણીના સંભવિત પરિણામો તથા તેનાથી ઊભી થનારી સ્થિતિના લેખાજોખાં કરવા ઉપરાંત ગુજરાતના હવે પછીના રાજકીય ઓપરેશનની રણનીતિ ઘડશે. મોદીના ચાણક્ય એ‌વા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ સોમવારે સાંજે જ સોમનાથ પહોંચી ગયા હતા.
ભરૂચના કાર્યક્રમ બાદ પીએમ મોદી ગાંધીનગર આવશે, જ્યાં સાંજે 8 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના સાંસદ, ધારાસભ્યો અને પ્રદેશના પદાધિકારીઓ સામેલ થશે. પીએમ મોદી રાત્રી રોકાણ રાજભવનમાં કરશેબુધવારે સવારે પીએમ મોદી દિવ જવા માટે રવાના થશે, પરંતુ એ વાતની સંભાવના છે કે તેઓ ગાંધીનગરમાં તેમના માતા હિરાબા ને મળવા જશે, જેઓ તેમના નાના ભાઈ પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે.દીવ પહોચ્યાં બાદ મોદી સવારે 9.30 વાગ્યે સોમનાથ પહોચશે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સામેલ થશે. કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં લાલ કૃષ્ણઅડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.સોમનાથની બેઠક બાદ મોદી ગાંધીનગર પરત ફરશે, જ્યાં મહાત્મા મંદિર ખાતે મહિલા દિવસ નિમિતે રાજ્યની મહિલા સરપંચોનો સમ્મેલન આયોજીત કરવામાં આવ્યું છે, જેને પીએમ મોદી સંબોધન કરશે. ત્યારબાદ આશરે સાંજે 6 વાગ્યે પીએમ મોદી દિલ્લી જવા માટે રવાના થશે.

Share