દુબઇ થી ગુજરાત માં સિગારેટ ની દાણચોરી નો પર્દાફાશ:કરોડો ની સિગારેટ જપ્ત…

દુબઇ થી ભારત માં હેરાફેરી થતી મોટાપાયે બ્રાન્ડેડ સિગારેટ ના જથ્થા ની દાણચોરી ના રેકેટ નો પર્દાફાશ થતા સબંધીતો દોડતા થઇ ગયા છે. વિગતો મુજબડિરેકટોરેટઓફરેવન્યૂઈન્ટેલિજન્સ, ગાંધીધામ તથા કંડલા કસ્ટમની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન એન્ડઈન્ટેલિજન્સ બ્રાંચ(એસઆઈઆઈબી) દ્વારા સંયુકત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઈમ્પોર્ટ કરનાર કંપનીએ ક્રોકરી સત્તાવાર કિંમત માત્ર ૮પ હજાર ડિકલેર કરી હતી.
રેવન્યૂ ઈન્ટેલિજન્સનાં સૂત્રનાં જણાવ્યા પ્રમાણે ચોક્કસ બાતમી ના આધારે માહિતી હતી કે દુબઈથી કરોડો રૃપિયાની કિંમતનો સિગારેટનો જથ્થો મુન્દ્રા આવવાનો છે એટલે તેઓ વોચ રાખીને તૈયાર હતા, ત્યારે ખબર પડી કે મેસર્સપાવર એન્ટરપ્રાઈઝ નામની પેઢીએ લાઈમ સોડા ગ્લાસવેર એટલે કે ક્રોકરી દુબઈથી આયાત કરી છે, તેમજ આ ક્રોકરીનું કન્ટેઈનર મુન્દ્રા-સૌરાષ્ટ્ર સીએફએસમાં રાખવામાં આવેલું છે. શંકાને આધારે તરત જ ડીઆરઆઈ અનેએસઆઈઆઈબી દ્વારા તે સ્થળે મંગળવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ક્રોકરીનાં વાસણોની નીચે સંતાડીને રાખવામાં આવેલો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો, લેટેસ્ટ બ્રાન્ડની લગભગ દોઢેક કરોડની ૩.૮૪ લાખ સિગારેટ મળી આવી હતી. રેવન્યૂ ઈન્ટેલિજન્સ અને કસ્ટમ હાલ તો આ મામલે ગહન તપાસ કરી રહી છે.
આ સાથેજ દાણચોરી ના કારોબાર નો પર્દાફાશ થયો છે.અને તંત્ર માં દોડધામ મચી ગઇ છે.

Share