ડાકોર માંથી ચલણી નોટો સાથે 4 ઝડપાયા..

ચલણી નોટો ની હેરાફેરી અને કમિશન પદ્ધતિ માટે ચાલી રહેલી પ્રવુતિ માં એક પછી એક પકડાઈ રહેલ નોટો ના જથ્થા ના બનાવો માં વધુ એક બનાવ બનવા પામ્યો હતો, ગતરોજ ડાકોર પોલીસે રૂ.12.45 લાખની નવી ચલણી નોટ સાથે 4 લોકોની ધરપકડ કરી છે. આ તમામ ચલણી નોટ રૂ.2000 ની છે.
વિગતો મુજબ ડાકોરના રાનિયા ફાટક પાસેથી આ ચાર આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આ આરોપીઓ નવી નોટ આપવા પર 10 ટકા રકમ કાપી લેતા હતાં. હાલ પોલીસ આ મામલામાં વધુ તપાસ કરી રહ્યું છે અને ઇનકમ ટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.
આમ ઉપર ઉપરી નોટ ની હેરાફેરી ના મામલા સામે આવી રહ્યા છે.

Share