જરૂર પડ્યે સમાજ માટે રીવોલ્વર લઇ ઉભો રહીશ:હાર્દિક ની ગર્જના થી પાટીદારો માં જુસ્સો..

હાર્દિક પટેલે સમાજ માટે લડી લેવા જરૂર પડ્યે હથિયાર ઉઠાવવાની વાત કરતા પટેલ સમાજ માં જુસ્સો વ્યાપી ગયો છે,ભાવનગરના માંડવીમાં થયેલી ઘટનાના આરોપીઓને છોડવા ન જોઇએ અને કોઇપણ સમાજને જરૂર પડે હાંકલ મારજો હાર્દિક સૌથી પહેલો રીવોલ્વર લઇને ઉભો હશેનું કહેતા ભારે હોબાળો મચી ગયો છે.ગારિયાધારના માંડવી ગામની ઘટનાએ દેશભરમાં ચકચાર ફેલાવી છે ત્યારે આ ઘટનામાં પોલીસની ભુમીકાને લઇ પાટીદાર સહિત દરેક સમાજમાં રોષ ફેલાયો છે.જે સંદર્ભે મૃતક પાટીદાર મહિલાને અંજલી અર્પવા અને ગુન્હેગારોને સજા મળે તેવા હેતુથી સિહોર તાલુકાના મોટા સુરકા ગામે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકઠો થયો હતો અને મીણબત્તી પ્રજવલ્લીત કરી માંડવીમાં ભોગ બનેલ પાટીદાર મહિલાને શ્રદ્ધાંજલી અર્પી હતી.સભામાં ઉપસ્થિત પાટીદાર આગેવાન નીતીન ગલાણીએ રાજસ્થાન સ્થિત હાર્દિક પટેલ સાથેટેલિફોનીક વાતચીત કરી હાર્દિકે મોબાઇલ દ્વારા કાર્યક્રમને સંબોધ્યો હતો.જેમાં મૃતક પાટીદાર મહિલાને અંજલી અર્પી હતી.પાટીદાર સમાજ નહી પરંતુ કોઇ પણ સમાજની બહેન-દિકરી સાથે આવુ અધમ કૃત્ય થવું ન જોઇએ.આવા દુષ્કર્મીઓને છોડવા ન જોઇએ.રાજસ્થાનથી ગુજરાત આવવાની પરવાનગી મળશે એટલે હું ભાવનગર આવીશ અને ભોગ બનનાર પાટીદાર મહિલાના પરિવારજનોને ન્યાય મળે તે માટે આંદોલન કરાશે,ગુજરાત રાજયમાં કાયદો-વ્યવસ્થા કથળી ગઇ છે ત્યારે કોઇપણ સમાજને જરૂર પડે તો મને ખાલી હાકલ કરજો હાર્દિક સૌથી પહેલો રિવોલ્વર લઇને ઉભો હશે.ગુજરાતમાં મારે આવવાને દસ દિવસ બાકી છે ત્યારે હું ભાવનગર જિલ્લાની મુલાકાત લઇ દરેક ગામડે જઇ મારી માતા અને બહેનોના હાથે તિલક કરાવીશ.તેમ કહી માંડવી હત્યા પ્રકરણે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે, હાર્દિક રિવોલ્વર લઇને ઉભો રહેવાની વાત ને લઈ ફરી એકવાર પાટીદારો માં જુસ્સો આવી ગયો છે.

Share