ગુજરાત રેલી માટે હાર્દિક પટેલ મળશે નીતીશકુમારને.

પટના તા.13 : બિહાર ના મુખ્યમંત્રી અને  JDU ના પ્રમુખ નીતીશ કુમાર આવનારા થોડા સમય માં ગુજરાતની મુલાકાતે આવશે અખિલ ભારતીય નવનિર્માણ સેના ના હીરો અને પાટીદાર આંદોલન ના પ્રમુખ હાર્દિક પટેલ ના મળેલા આમંત્રણ  બાદ નીતીશકુમાર આવનારા થોડા સમય માં ગુજરાત ની મુલાકાત લે તેમ છે.ગુજ્જર આંદોલન ના પ્રમુખ હિમ્મત સિંહ ,મરાઠા કાંતિ મોરચા ના કન્વીનિયર સુધીર સમંત  આવનારા સમય માં થનારા પાટીદાર આંદોલને ટેકો આપવા માટે ગુજરાત માં રેલી યોજશે તેમજ  JDU ના રાષ્ટ્રીય સેક્રેટરી  કે.સી ત્યાગી પણ હાર્દિક ના આંદોલન માં જોડાય તેવી સંભાવના છે ઓક્ટોમ્બર 21 ના દિવસે હાર્દિકે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ને પત્ર લખીને આમંત્રણ આપ્યું હતું જેમાં હાર્દિકે નીતીશ કુમાર ને પાટીદાર આંદોલન માટે ગુજરાત આવા માટે ની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Share