ગુજરાત ના પોરબંદર માં બન્યો પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ..

મહાત્મા ગાંધી ની માતૃભૂમિ એવા પોરબંદર માં વિદેશમાં હોય તેવો બ્રિજ ગુજરાતના આંગણે બનાવવામાં આવ્યો છે.પોરબંદર એક અલગ ઓળખ ઊભી કરવા જઈ રહ્યું છે.
જેનું ઉદ્ધાટન કરવાનું હજુ બાકી છે.આ બ્રિજને સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ કહેવામાં આવે છે.ગુજરાતમાં નેશનલ હાઈવે પર આવો પ્રથમ બ્રિજ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.આ બ્રિજની લંબાઈ 3.75 કિલોમીટર છે.97 કરોડના ખર્ચે અલગ-અલગ ચાર બ્રિજ બનાવવામાં આવ્યા છે.આ બ્રિજ પોરબંદરના લોકો માટે એક ટુરિસ્ટ પ્લેસ બન્યું છે.ગાંધીબાપુનાં જન્મદિવસે જ એમનાં જન્મ સ્થળ પર ગુજરાતના પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજનું ઉદઘાટન સ્થાનિક નાગરિકો દ્વારા જ કરવામાં આવ્યું હતું.
પોરબંદર ખાતે અલગ-અલગ ચાર બ્રિજ બનાવવામાં આવ્યા છે.2011માં બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું,જે 2015માં પૂર્ણ થયું હતું.એક બ્રિજ રાજકોટથી પોરબંદર સીટીમાંપ્રવેશ કરતા જ આવે છે જેની લંબાઈ છે 1.8 કિલોમીટર.જ્યારે પોરબંદર કર્લીથી રોકડિયા હનુમાન મંદિર સુધી છે જેની લંબાઈ 1.2 કિલોમીટર છે.આ બ્રિજ પોરબંદરમાં લોકો માટેઆકર્ષણનું કેન્દ્ર બન્યું છે.મહાત્મા ગાંધીની જન્મભૂમી પોરબંદરના પ્રવેશદ્વાર પર બનાવવામાં આવ્યો છે.નેશનલ હાઈવે નંબર 8ના જંક્શન અને ઉદ્યોગનગર રેલવે ક્રોસિંગને ફ્લાય કરતો આ ગુજરાતનો પ્રથમ બે માળનો સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ છે.
આ બ્રિજ ને લઇ ગુજરાતીઓ માં આંનદ ની લાગણી જોવા મળી રહી છે.

Share